સાવરકુંડલાની શ્રી કે. કે. હાઇસ્કૂલ ખાતે મદદનીશ શિક્ષક શ્રી જયંતીભાઈ ખડદિયા અને સેવક શ્રી સલીમભાઈ ચાવડાનો નિવૃત્તિ નિમિત્તે ભાવસભર ‘વિદાય સન્માન સમારંભ’ યોજાયો હતો. નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન કામદાર, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા અને આચાર્યશ્રી ચેતનભાઈ ગુજરિયા સહિત અનેક શિક્ષણવિદો, આચાર્યો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બંને નિવૃત્ત કર્મચારીઓની નિષ્ઠા, ચોક્સાઈ અને શિક્ષણ-સાહિત્ય પ્રત્યેના યોગદાનને બિરદાવી શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટો આપીને ભાવભર્યું બહુમાન કરવામાં આવ્યું હતું.








































