દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે રાજપૂત સમાજ બગસરા દ્વારા જૂના સ્વામિનારાયણ મંદિર, બંગલી ચોક ખાતે પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજન કરાયું હતું. નવી પેઢીમાં સંસ્કાર, એકતા અને સમાજ પ્રત્યેની લાગણી મજબૂત બને તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ સમાજબંધુઓનો આભાર માનવામાં આવ્યો હતો.