ધારીના કુબડા ગામે વાડીએથી ૬૦૦ ફૂટ કેબલની ચોરી થઈ હતી. આ અંગે કપિલભાઈ મનસુખભાઈ કોટડીયા (ઉં.વ.૪૮)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ, તેમણે કુબડા ગામે ભાગે રાખેલી વાડીના ખેતરમાં ઓરડીથી શેઢા સુધીનો રૂ.૬૦,૦૦૦ની કિંમતનો ૬૦૦ ફૂટ કેબલ અજાણ્યો ચોર ઇસમ ચોરીને ફરાર થઈ ગયો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એચ. મીંગ વધુ તપાસ કરી રહ્યા છે.




































