રાજુલા ખાતે આર.કે. સાયન્સ સ્કૂલમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત, ડીવાયએસપી નયના ગોરડિયા અને પી.આઈ. કોલાદરા સહિત પોલીસ સ્ટાફ, વેપારીઓ, આગેવાનો, સંસ્થાના કાર્યકરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એસપી સંજય ખરાતે વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડી, ફેક લિંક, ફેક કોલ, ઓટીપી શેર ન કરવા અને અજાણ્યા નંબરથી સાવધાન રહેવા અંગે સમજ આપી હતી. સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવા માર્ગદર્શન અપાયું હતું. અંતે શાળા પરિવાર દ્વારા મહેમાનોનું સ્વાગત અને સન્માન કરાયું હતું.