ધારી તાલુકાના કુબડા ગામે પૈસાની લેતી-દેતીના મામલે ગામના જ એક શખસે બાપ-દીકરા પર હુમલો કરતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા બંનેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ધારી પોલીસ હરકતમાં આવી હતી. હુમલાની આ ઘટનાને પગલે ધારી પોલીસ વિભાગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








































