અમરેલી ખાતે યોજાનારા ૮૦મા રાજ્યકક્ષાનાભવ્ય સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને અનુલક્ષીને અમરેલી નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના આશયથી વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાની સફાઈ ટીમો દ્વારા ચિતલ રોડ, લાઠી રોડ, જિલ્લા પંચાયત રોડ, સાવરકુંડલા રોડ અને ચક્કરગઢ રોડ સહિતના મુખ્ય માર્ગો અને આસપાસના વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રસ્તાઓની આજુબાજુ અને જાહેર સ્થળો પર પડેલો પ્લાસ્ટિક કચરો, સી.એન્ડ ડી. વેસ્ટ, નકામા ઝાડી-ઝાંખરા તેમજ રસ્તા પર જામી ગયેલી રેતી-માટી એકત્ર કરવામાં આવી હતી. એકત્ર કરાયેલા કચરાને નગરપાલિકાના વાહનો મારફતે સત્તાવાર ડમ્પ સાઇટ ખાતે લઈ જઈ નિકાલ કરવામાં આવ્યો હતો.








































