રાજુલાના ચાંચ ગામે દીકરા સાથે માથાકૂટમાં ઠપકો આપતાં તલવાર, છરી સાથે આતંક મચાવ્યો હતો. ઉપરાંત ઘર પાસે પડેલાં ત્રણ મોટર સાયકલમાં નુકસાન કર્યું હતું. આ બનાવ અંગે લખમણભાઇ નાનજીભાઇ ગુજરીયા (ઉ.વ.૫૨)એ અજય બટુક ગુજરીયા, સંજય ભરત ગુજરીયા, વિજય ભરત ગુજરીયા, હાર્દિક હિમત શીયાળ સહિત ૧૦ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ તેમના દીકરા સાથે આરોપી અજય ગુજરીયાએ માથાકૂટ કરી હતી. જે અંગે તેના ઘરે જઈ ઠપકો આપતાં સારું નહોતું લાગ્યું અને તમામ આરોપીઓ એકસંપ થઈ હાથમાં તલવાર, છરી, લોખંડના પાઈપ, લાકડી જેવા હથિયારો લઈ તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા. તેમણે ફરિયાદી તથા સાહેદો પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી, તેમજ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘર પાસે પડેલી ત્રણ મોટર સાયકલમાં નુકસાન કર્યું હતું. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.વી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.