રેન્જ આઈજી નિર્લિપ્ત રોયની ટીમને મળેલી બાતમીના આધારે ધોરાજીના ઝાંઝમેર ગામ નજીક મંગલેશ્વર મહાદેવ મંદિર પાછળ ઉતાવળી નદીમાં પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં એક જેસીબી, બે ટ્રેક્ટર અને રેતીનો જથ્થો મળી કુલ રૂ.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.પોલીસે ઘટનાસ્થળેથી ભુરાભાઈ કોડીયાતર, અરજણભાઈ રબારી, ધવલ ડાભી, સુરેશ રોજાસરા, મયુર રબારી અને જીગ્નેશ સોલંકીને પકડી પાડી આગળની કાયદેસરની તપાસ ખાણ-ખનીજ વિભાગને સોંપી છે.







































