ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), ગાંધીનગર અને ડિસ્ટ્રિક્ટ કમ્યુનિટી સાયન્સ સેન્ટર, અમરેલીના સંયુક્ત ઉપક્રમે ઉર્જા સંરક્ષણ અને જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી હેઠળ પ્રાથમિક શાળાઓમાં ‘બાળ ઉર્જા રક્ષક દળ’ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી.વિદ્યાર્થીઓમાં ઉર્જા બચત પ્રત્યે
જાગૃતા લાવવા માટે ઉર્જા રેલી, ચિત્ર સ્પર્ધા, સોલર સાધનોનું પ્રદર્શન અને સાયન્સ ક્વિઝ જેવી વિવિધ હરીફાઈઓ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા બાળકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલથી ગ્રામીણ વિસ્તારના બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને ઉર્જા બચાવવાના સંસ્કારોનું સિંચન થયું છે.