જૂનાગઢમાં ૬ વર્ષની બાળકી સાથે તેની જ માતા દ્વારા મારપીટ કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકીના શરીર પર ઈજાના નિશાન જાવા મળતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. બાળકીના જણાવ્યા મુજબ તેની માતા તેને વેલણ અને વાયર વડે મારતી હોવાનો આક્ષેપ છે.
ઘટનાની જાણ પાડોશીઓને થતાં તેમણે બાળકીની માતાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, માતા તરફથી ઉદ્ધતાઈભર્યો જવાબ મળ્યા બાદ પાડોશીઓએ સમગ્ર મામલે જૂનાગઢની ઝ્ર ડિવિઝન પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસની ટીમ સાથે ૧૦૮ની ટીમ તથા શિશુમંગલ સંસ્થાના પ્રતિનિધિઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાળકીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને સુરક્ષિત રીતે માતા-પિતાથી અલગ કરી શિશુમંગલ સંસ્થામાં રાખવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ બાળકીના શરીર પર મારના નિશાન મળી આવ્યા હતા. બાળકી દ્વારા પણ તેની સાથે મારપીટ કરવામાં આવતી હોવાની વાત જણાવવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે બાળકી સહિત તેના માતા-પિતાના નિવેદનો નોંધ્યા છે.માતાએ પોતાના નિવેદનમાં કહ્યું બાળકી તેને હેરાન કરતી હોવાથી તેણે ગુસ્સામાં આવીને બાળકીને માર મારીપજાકે ૬ વર્ષની બાળકી પર આ રીતે નિર્દયતા માર મારવામાં આવે તે ખુબ જ ગંભીર છે..જેનો પોલીસે નોંઘ લઈ ગુનો નોંધ્યો છે.પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ ગુનો નોંધ્યો છે અને બાળકી સાથે થયેલી મારપીટ અંગે વધુ તપાસ શરૂ કરી છે. બાળકીની સુરક્ષા અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટના સામે આવ્યા બાદ બાળકીની સલામતીને પ્રાથમિકતા આપી તેને શિશુમંગલ સંસ્થામાં રાખવામાં આવી છે. પોલીસ તપાસમાં મારપીટ પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાની હકીકત વધુ સ્પષ્ટ થશે.








































