લાઠીમાં આલમગીરી હોટલ પાસે ટ્રેક્ટર ચાલકે ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારી હતી. આ બનાવ અંગે કિરણભાઈ અજીતભાઈ વાઘેલા (ઉં.વ. ૩૮)એ ટ્રેક્ટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમનો દીકરો ગૌતમભાઈ કિરણભાઈ વાઘેલા મોટરસાઈકલ લઈને લાઠીના ગાગડીયા સર્કલથી આલમગીરી હોટલ તરફ જતો હતો. તે દરમિયાન આલમગીરી હોટલ પાસે પહોંચતાં સામેથી આવેલા ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર પુરઝડપે, ગફલતભરી રીતે અને બેફિકરાઈથી માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી તેના દીકરા સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેના ડાબા પગના નળાના ભાગનું હાડકું ભાંગી નાખી ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડી ટ્રેક્ટર ચાલક નાસી ગયો હતો. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. કે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.