સાવરકુંડલા શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત એ. કે. ઘેલાણી માધ્યમિક શાળામાં
સંસ્કૃત ભાષાના સંવર્ધનના હેતુથી ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. તા. ૨૧ ઓગસ્ટે શાળામાં વકૃત્વ સ્પર્ધા, સંસ્કૃત સુભાષિત પઠન સ્પર્ધા અને સંસ્કૃત ભાષાને અનુરૂપ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર કુલ ૯ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા વિશેષ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન મીંટુભાઈ, દેવાયતભાઈ અને જયશ્રીબેને કર્યું હતું. સંસ્થાના પ્રમુખ કોઠારી અક્ષરમુક્તદાસજીએ આશીર્વચન પાઠવ્યા હતા. ગિરીશભાઈ વ્યાસે માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય દીપેશકુમાર એમ. પંડ્યાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.










































