ખાંભાના નાની ધારી ગામે યુવકને આડેધડ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. પ્રતાપભાઈ ગોલણભાઈ વાળા (ઉ.વ.૩૫)એ અનકભાઈ ગભરૂભાઈ વાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની જમીનનો ઘણા વર્ષોથી વાદ-વિવાદ ચાલતો હતો. જે વાતની અદાવત રાખી તેમને બીભત્સ ભાષામાં ગાળો આપી શરીરે આડેધડ ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી.ધાંધળ વધુ તપાસ કરી રહ્યા છે.









































