કેરળના ત્રિશૂર જિલ્લાના કુન્નમકુલમમાં શનિવારે મોડી રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. મૃતકોમાં એક દંપતી અને તેમના ત્રણ વર્ષના પુત્રનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવાયુર-કુન્નમકુલમ રોડ પર મધ્યરાત્રિએ આ અકસ્માત થયો હતો.મૃતકોની ઓળખ મુનીર (૩૫), તેમની પત્ની સફના (૨૫) અને તેમના ત્રણ વર્ષના પુત્ર, યામિલ ઐબક તરીકે થઈ છે, જેઓ ચાવક્કડના એડાક્કાઝિયુરના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર લગ્નમાં હાજરી આપ્યા પછી મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો. તેમણે રસ્તાની બાજુમાં પોતાની મોટરસાયકલ રોકી ત્યારે એક કારે કાબુ ગુમાવ્યો અને તેમની મોટરસાયકલ સાથે અથડાઈ. ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા.
દરમિયાન શુક્રવારે મોડી રાત્રે કેરળના ત્રિશુર જિલ્લામાં દ્ગૐ-૬૬ પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં તમિલનાડુના ડિંડીગુલમાં એક એન્જિનિયરિંગ કોલેજના ૮ વિદ્યાર્થીઓના મોત થયા છે. આ અકસ્માત રાત્રે ૧૧ઃ૪૦ વાગ્યાની આસપાસ કૈપામંગલમના ખાતે થયો હતો જ્યારે ગુરુવાયુરથી કોડુંગલ્લુર જઈ રહેલી વિદ્યાર્થીઓની કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી લારી સાથે અથડાઈ હતી.પોલીસના જણાવ્યા અનુસાર, બાંધકામના કામને કારણે રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને રસ્તા પર બેરિકેડ લગાવવામાંઆવ્યા હતા. એવો આરોપ છે કે લારી બેરીકેડ પાસે રસ્તાની જમણી બાજુ ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ખૂબ જ ઝડપથી દોડી રહી હતી. પોલીસને શંકા છે કે ડ્રાઇવરે બેરીકેડ જાયો ન હતો અને કાર સીધી લારીના પાછળના ભાગમાં અથડાવી દીધી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે છ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે વિદ્યાર્થીઓના હોસ્પીટલમાં મૃત્યુ થયા હતા.








































