ઓડિશા વિજિલન્સે કેન્દ્રપાડા ડ્રેનેજ વિભાગના સહાયક કાર્યકારી ઇજનેર અનુપમા સાહુ સામે મોટી કાર્યવાહી કરી છે. વિજિલન્સ ટીમે તેમની ધરપકડ કરી છે કે તે કથિત રીતે કોન્ટ્રાક્ટરો પાસેથી બાકી બિલ ચૂકવવા માટે લાંચ વસૂલ કરી રહી હતી. અહેવાલો અનુસાર, ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ, વિજિલન્સને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે કેન્દ્રપાડા ડ્રેનેજ ડિવિઝન ઓફિસમાં કોન્ટ્રાક્ટરોના બાકી બિલો ચૂકવવા માટે લાંચ લેવામાં આવી રહી છે.આ માહિતી અનુસાર, ઓડિશા વિજિલન્સની એક ટીમે અનુપમા સાહુને માર્શાઘાઈ ક્રોસિંગ નજીક એનએચ-૫૩એ પર રોકી હતી. તે પોતાની ઓફિસથી કેન્દ્રપાડાના નયનવિહાર સ્થિતિ તેના નિવાસસ્થાને જઈ રહી હતી. તે ઓફિસ વાહન,ઓડી-૨૯-જી-૬૬૪૪ માં હતી. વિજિલન્સ ટીમે તેમની પાસેથી ૩૧૫,૦૦૦ રોકડા જપ્ત કર્યા.
વિજિલન્સના જણાવ્યા અનુસાર, આ રકમ ગેરકાયદેસર રીતે મેળવેલી રોકડ હોવાની શંકા છે. અધિકારી આટલી મોટી રકમના રોકડના સ્ત્રોત માટે સંતોષકારક ખુલાસો આપી શક્્યા ન હતા. ત્યારબાદ, વાહન અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. રોકડ જપ્ત કર્યા પછી, વિજિલન્સે અપ્રમાણસર સંપત્તિના દૃષ્ટિકોણથી કેસની તપાસ શરૂ કરી. અનુપમા સાહુ સાથે જાડાયેલી ઓફિસો અને રહેણાંક જગ્યાઓ પર શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન, કેન્દ્રપાડા સ્થતિ તેમના નિવાસસ્થાન પરથી વધારાના ૪ લાખ રોકડા મળી આવ્યા હતા.આમ, અત્યાર સુધીની તપાસમાં તેમની પાસેથી કુલ ૭૧૫,૦૦૦ રોકડા મળી આવ્યા છે. વિજિલન્સ હવે આટલી મોટી રકમના રોકડના સ્ત્રોતની તપાસ કરી રહી છે. અધિકારીની રોકડના સ્ત્રોત અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં વિજિલન્સ શોધ અને તપાસ ચાલુ છે. જપ્ત કરાયેલી રોકડના †ોત અને સમગ્ર કેસ સંબંધિત અન્ય માહિતી શોધવા માટે અનુપમા સાહુની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલમાં, આ કામગીરીમાં કુલ ૭.૧૫ લાખ રોકડા મળી આવ્યા છે, અને વિજિલન્સ તપાસ ચાલુ છે. તાજેતરમાં, પુરીમાં પોલીસને ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારે એક ઘરમાંથી ચલણી નોટોનો પહાડ મળ્યો હતો.









































