અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએથી ૫૪ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ પકડાયો હતો, જેમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હતી. વાંકીયા-ગોખલાણા રોડ પર આવેલી સરકારી સ્કૂલની પાછળથી એક ફોર-વ્હીલર ગાડીમાંથી દોઢ લાખ રૂપિયા રોકડા અને ૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. બાબરકોટ ગામે દેશી દારૂ બનાવવાનો ૨૦ લીટર આથો ઝડપાયો હતો. આ ઉપરાંત, અમરેલીમાં બે સ્થળોએ રેઇડ દરમિયાન દેશી દારૂ બનાવવાનો ૫૦૦ લીટર આથો મળી આવ્યો હતો. ટીંબા ગામે નદીના કાંઠે ધમધમતી ત્રણ દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેઇડ પાડીને વિવિધ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.આ સિવાય, જિલ્લામાં અલગ-અલગ સ્થળેથી ૧૭ ઇસમો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.








































