જૂનાસાવરની ટી.કે. પારેખ હાઈસ્કૂલમાં શિક્ષક દિન અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સંયુક્ત ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. પ્રાર્થના અને મંગલાચરણથી શરૂ થયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વક્તવ્યો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. રાધા-કૃષ્ણની સુંદર વેશભૂષા, ભક્તિગીતો અને નૃત્યથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આચાર્ય આશિષકુમાર એમ. જોશી તથા શિક્ષકગણે વિદ્યાર્થીઓને ગુરુજનોના સન્માન સાથે શ્રીકૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લેવા માર્ગદર્શન આપ્યું હતું. શાળાના પ્રમુખ અને સરપંચ કલ્પેશભાઈ કાનાણીએ આયોજન બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું. ચેતનભાઈ ત્રિવેદી, વિનોદરાય વાળા, સંધ્યાબેન જાદવ, પ્રકાશભાઈ રાઠોડ તથા વિદ્યાર્થીઓના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.