અમરેલી જિલ્લા તથા સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવના સમાચાર છે. માધ્યમિક વિભાગમાં સૌરાષ્ટ્ર ઝોનના નવ જિલ્લાઓમાંથી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ થયેલા બે શિક્ષકોમાં અજમેરા સ્કૂલના કેતનકુમાર પ્રવીણચંદ્ર જોશીનો સમાવેશ થયો છે. તેઓ સતત ત્રીજા વર્ષે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામ્યા છે. ૪ સપ્ટેમ્બરે શિક્ષણમંત્રી સાથે ગોષ્ઠીમાં જોડાશે, જ્યારે ૫ સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે સન્માનિત થશે.