લીલીયા ખારાપાટ વિસ્તારમાં જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. આ ચૂંટણી માહોલ વચ્ચે ભાજપે રણશિંગુ ફૂંકતા લેઉવા પટેલ સમાજની વાડી પાસે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના આજે થનાર આગમન માટે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં ધારાસભ્ય મહેશ કસવાલા અને સંગઠનના હોદ્દેદારોએ બુથ લેવલના કાર્યકરો વધુમાં વધુ ઉપÂસ્થત રહે તેવુ આયોજન કર્યુ હતું.