માનવ જીવન એટલે આધી,વ્યાધી અને ઉપાધિ વચ્ચે રહેલું છે. આફતમાં અવસર નિર્માણ કરવો હોય તો કર્મએ પાયાનો માર્ગ છે.માનવ જીવનને મુકામ સુધી પહોંચાડવા માટે કઠોળ પરીશ્રમ અનિવાર્ય છે.કોઈપણ કાર્ય કરવા માટે લક્ષ અને આત્મવિશ્વાસ જરૂરી છે. તમે કોઈપણ પ્રશ્નોને સોલ્વ કરવા માટે સતત પ્રયાસ કરશો તો તેમાંથી નિષ્કર્ષ નીકળશે. કરોળિયો વારંવાર પડી જાય છે પરંતુ તે એના મુકામ ઉપર પહોંચવા માટે પ્રયાસ કરે છે એટલે તે મૂળ કેન્દ્ર સુધી પહોંચી જાય છે એટલા જ માટે કહેવાય છે કે,કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી . લેહરો સે ડર કર નૌકા પાર નહિ હોતી, કોશિશ કરનેવાલો કી કભી હાર નહિ હોતી; આજનો સમયગાળો સ્પર્ધાત્મક યુગનો છે. સફળતા મેળવવા માટે પરિશ્રમ, પુરુષાર્થ અને પ્રચંડ આત્મવિશ્વાસ અનિવાર્ય છે.વાતો કરવાથી કે મોબાઈલ કે અન્ય સોશિયલ માધ્યમમાં પોસ્ટ મુકવાથી મહાન બનાવતું નથી.રવિશંકર મહારાજનું સુંદર વાક્ય છે ઘસાઈને ઉજળા થઈએ.વારંવાર પુનરાવર્તન અને દ્રઢીકરણ અનિવાર્ય છે. આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા બાળકોને આત્મવિશ્વાસ અને હકારાત્મક વિચારસરણી અપનાવવાની જરૂર છે.
૧૨/૪/૨૬ તારીખે, ગાંધી વિદ્યાલય, અસારવા ખાતે હાયર સેકન્ડરીના ટાટ પરીક્ષાર્થીઓ મારા કેન્દ્ર ઉપર એક્ઝામ આપવા આવવાના છે એટલે પ્રવેશદ્વાર ઉપર મેં કોશિશ કરને વાલો કી હાર નહિ હોતી તેવો સુંદર શુભેચ્છા સંદેશ અમારી સંસ્થાના ઉદ્યમી શિક્ષક શ્રી રાજુભાઈ દેસાઈ દ્વારા આલેખન કરાવ્યો છે. તેમના અક્ષરો અને લખવાની શૈલી અદભુત છે તેઓને કાર્ય કરવામાં મજા આવે છે. મને કહે કે સાહેબ સરસ વાક્યો લખાવો હું મસ્ત રીતે લખી દવ. આવા શિક્ષકો શાળાના ભાવરણ વાતાવરણને જીવંત રાખે છે. જે પરીક્ષાર્થીઓ પ્રવેશદ્વારના નોટિસ બોર્ડ ઉપર વાંચશે ત્યારે તેમના આત્મવિશ્વાસમાં પ્રાણ વાયુ ઉમેરાશે.એક હકારાત્મક વિચાર નિરાશાને ભગાડે છે. બાળકોમાં હકારાત્મક બાબતો અને પ્રેરણાત્મક પ્રસંગો સારા માર્ગે લઈ જવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે. એક વિચાર વાતાવરણમાં સુલભતા લાવી શકે છે. જે પણ કાર્ય કરવાનું થાય તેની પાછળ શુભ આશય હોવો જોઈએ એટલે તો કહેવાય છે કે અંધકારને ગાળો બોલવા કરતા એક નાની મીણબત્તી સળગાવી દેવામાં આવે તો અંધકાર પ્રકાશમાં રૂપાંતર થઈ જાય છે. તણાવની પરિસ્થિતિમાં એક વિચાર પરીક્ષાર્થીઓમાં આશાનું કિરણ બની શકે છે.પરીક્ષા કેન્દ્રનું ભાવવરણ અને વાતાવરણ શાંતિ અને સુલેહ ભર્યું બને તે જરૂરી છે. ભવિષ્યના તેઓ શિક્ષકો છે. તેમને સાચો મેસેજ આપવો તે જ મોટીવેશન છે.જે પણ કાર્ય કરીએ તેની પાછળનો ઉદ્દેશ હકારાત્મક હોવો જોઈએ. શાળાઓ એ જ્ઞાનની ગંગોત્રી છે.તેમાંથી નિર્માણ થયેલા બાળકો દેશનું ભવિષ્ય છે અને આવા સ્પર્ધાત્મક વાતાવરણ સુધી પહોંચ્યા હોય એવા સમયે ભરપૂર આત્મવિશ્વાસવાળી વાત તેમના હૃદયની ભાવનાત્મકતા કેળવે છે.આવા પ્રસંગોની કોમળતા કેળવણીની નીવ રાખી શીતળતાને માર્ગે કાર્ય કરવાની પ્રેરણા આપે છે.
હું મારા કેન્દ્રમાં આવનાર પરીક્ષાર્થીઓને આવકારું છું અને ગભરાયા વગર તમે જે મહેનત કરી છે તેનું તમને પરિણામ પ્રાપ્ત થશે તેવા વિધાયાત્મક વલણથી વાત કરું છું. દુનિયાના મહાન પુરુષોના ટૂંકા મેસેજ કહું છું. જેથી જ તેમનો આત્મા વિશ્વાસ મજબૂત બને અને પરીક્ષા સારી જાય.સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કોલકાતાની આકાશવાણી કેન્દ્રમાં પોતાની સ્પીચ સારી ન હોવાથી રીજેક્ટ થયેલા અને આજે તેમનો અવાજ સાંભળવા દુનિયા તડપે છે એટલે જ જે પણ ક્ષેત્રમાં હોઈએ ત્યાં કોશિશ કરતા રહેવું જોઈએ.આજે નહીં તો કાલે સફળતા મળવાની જ છે. સફળતા મેળવવા માટે સતત જે તે ક્ષેત્ર અથવા વિષયને કેન્દ્ર બનાવી દો પછી જુઓ તમે અચૂક સફળ થશો. ક્રિકેટના સમ્રાટ સચિન તેંડુલકર શા માટે સફળ થયા, તેમના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આઈ લવ ક્રિકેટ.. આઈ ઓલ ક્રિકેટ.. મને બધી જગ્યાએ ક્રિકેટ દેખાય છે એટલે ભારત રત્ન સુધી પહોંચ્યા. મિસાઈલ મેન અબ્દુલ કલામ ડી. આર. ડી. ઓ માં સંશોધન કરતા હતા ત્યારે સંશોધન કાર્યમાં એટલા વ્યસ્ત થઈ જતા હતા કે જમવાનું ભૂલી જતા. ઘણી વખતે બપોરના લંચ વખતે ઘડિયાળમાં જુએ તો ખબર પડે કે ચાર વાગી ગયા ત્યારે દેશને મહાન વૈજ્ઞાનિક અને ભારત રત્ન પ્રાપ્ત થયા. થોમસ આલ્વા એડિસનને સ્કૂલમાંથી કાઢી મુકેલા વિદ્યાર્થી. તેની માતાએ તેમનું કેવું ઘડતર કર્યું એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. જ્યારે તેઓ સંશોધન કરતા હતા ત્યારે તેમનો સ્ટાફ એમ જ કહેતો હતો કે ક્યારેય પણ સફળ નહીં થાય, જ્યારે જ્યારે નિષ્ફળતા મળી ત્યારે તેઓ એવું કહેતા હતા કે હું સફળતા તરફ છું અને દુનિયાને અજવાળા માટે બલ્બની શોધ કરી આપીશ. મોટીવેશન સ્ટોરી એ હૃદયની શુધ્ધતા કરે છે. માટે મિત્રો જે પણ ક્ષેત્રમાં જવું હોય ત્યારે તમે લક્ષ ને નક્કી કરો અને તેના માટે મચી પડો એટલે તો સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્‌યા રહો.. સફળતા તમારા પગ ચૂમશે. તમારી પાસે નોલેજ છે પરંતુ તેનો યોગ્ય સમયે ઉપયોગ કરવાની કલા એ જ સૌથી મોટી કલા છે.
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨