અમરેલી શહેરમાં એક યુવાનનું હાર્ટ એટેકથી અકાળે મોત નિપજ્યું હતું. ધીરુભાઈ નારણભાઈ રાણપરીયા (ઉં.વ.૭૫) એ આપેલી માહિતી મુજબ, તેમના પુત્ર વિપુલભાઇ ધીરુભાઈ રાણપરીયા (ઉં.વ.૪૫)ને રાત્રે ઊંઘમાં જ હાર્ટ એટેક આવી જતાં તેમનું અવસાન થયું હતું. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. કે. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.






































