ડાબેરી સંગઠનોની ભૂમિકાઃ નીટ પેપર લીકના આધારે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના ત્યાગપત્રની સાચી માગણીસર જંતરમંતર પર થયેલા આંદોલનમાં ડાબેરી સંગઠનો એસએફઆઈ (સ્ટુડન્ટ ફેડરેશન આૅફ ઇન્ડિયા), આઈસા (આૅલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન)ના ડફલીવાળા કલાકારો અને પ્રાધ્યાપકો જોડાતા ગયા, તે પછી આંદોલન ઉગ્ર, અભદ્ર અને અરાજક, હિન્દુ વિરોધી, ભારતની અખંડિતતા વિરોધી બનતું ગયું. સુરક્ષા જવાનોને ઉશ્કેરવા પ્રયાસ અને તેમના વિરુધ્ધ હિંસા થઈ. ૧૧૮ સુરક્ષા જવાનો ઘાયલ થયા અને સુરક્ષા જવાનોની વળતી કાર્યવાહીમાં ૬૦ જેટલા પ્રદર્શનકારીઓ પણ ઘાયલ થયા.
મીડિયા અને સાશિયલ મીડિયાની ભૂમિકાઃ અનેક બનાવો બતાવે છે કે કહેવાતા ગોદી મીડિયાએ દેશહિતને (ખાલિસ્તાન, અર્બન નક્સલી, ઇસ્લામિક ત્રાસવાદની બાબતોની વાત છે) કોરાણે મૂકીને આંદોલનો કે અન્ય બાબતોને અસંતુલિત રીતે દેશહિતની વિરુધ્ધ મત ઊભો થાય તે રીતે વધુ પડતું મહ¥વ આપ્યું છે. દા. ત. દર મહિલા દિવસે માતાના નામ સાથે લેખકનું નામ લખવા જેવાં નાટકો બેધડક કરતા એક મીડિયામાં પહેલા પાને પંજાબી ગાયક સિધ્ધુ મૂસેવાલાની હત્યા પછી તેની માતા ૫૮ વર્ષની વયે ફરીથી ગર્ભવતી બન્યાના સમાચાર હરખના હેડિંગ સાથે એન્કર સ્ટારી (નીચે ચારથી પાંચ કાલમ જે સમાચાર છપાય તેને એન્કર અથવા બાટમ સ્ટારી કહે છે) તરીકે છાપ્યા હતા. ‘સિધ્ધુની માતાને છોકરો આવવાનો છે અને માતા કહે છે કે સિધ્ધુ પાછો આવશે’ તેવું છપાયું હતું. ફેમિનિસ્ટ છાપું એક ખાલિસ્તાન સમર્થક દીકરાની માતાને બીજો દીકરો જન્મે તેમાં હરખપદુડું થઈ જાય છે !
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીએ આક્ષેપ કર્યો હતો કે હવે રાહુલ ગાંધી મૂકેશ અંબાણી અને ગૌતમ અદાણી વિરુધ્ધ મૌન છે. શું તેમની વચ્ચે કોઈ સમાધાન થઈ ગયું છે? એ ઉલ્લેખનીય છે કે નીરા રાડિયા ટેપ પ્રકરણમાં મૂકેશ અંબાણીએ ‘કાંગ્રેસ તો અપની દુકાન હૈ’ તેવું કહ્યું હોવાનું બહાર આવ્યું હતું. ટાટા સમૂહ તો ખરો જ. ગૌતમ અદાણીની તેલંગાણા, કેરળમ્, તમિળ નાડુ ઇત્યાદિ ભાજપેત્તર પક્ષો શાસિત રાજ્યોમાં પણ પરિયોજનાઓ છે. ભાજપ વિરોધીઓ એવો આક્ષેપ કરતા હોય છે કે અદાણી-અંબાણીએ મીડિયા ખરીદી લીધું છે તેથી તેમાં મોદી તરફી વાતો જ આવે છે તો જાણી લો કે મોદીજી આૅસ્ટ્રેલિયા ગયા હતા ત્યારે ત્યાં એક કિશોર વયની છોકરીએ વિનંતી કરી તો તેના ટીશર્ટ પર ખભાના ભાગે પોતાના હસ્તાક્ષર કર્યા હતા, તે છબિને અંબાણીની ન્યૂઝ ૧૮ ચેનલે એઆઈ દ્વારા છેડછાડ કરીને ખભાના બદલે છાતીના ભાગે કરીને મૂકી હતી અને ઉહાપોહ થતાં માત્ર ક્ષમા માગી લીધી હતી.
મીડિયાના મોટા ભાગના વર્ગે આ આંદોલન માત્ર નિર્દોષ છોકરા-છોકરીઓનું હોય તે રીતે બતાવ્યું. પોલીસના લાઠીચાર્જની અને મુંબઈમાં એક માડેલની બંધ પોલીસ વાનને અટકાવવાના સ્ટંટની છબિઓ છાપી. ડાબેરી પ્રદર્શનકારીઓની અભદ્રતા એટલી બધી નીચ હતી કે તેને કોઈ પણ સભ્ય માણસ તેના ફાટા કે વિડિયો પોતાના સાશિયલ મીડિયા ખાતામાં પણ મૂકવાનું પસંદ ન કરે. રાષ્ટ્રવાદી યુટ્યૂબ ચેનલો ચલાવનારા લોકોએ પણ તેને મૂકવામાં ક્ષોભ કર્યો. પરંતુ આ લેખક સહિત અમુકે વિચાર્યું કે સુરુચિનો ભંગ થાય તો પણ સત્ય બહાર લાવવું આવશ્યક છે. તેથી તે ફાટો, વિડિયો મૂક્યા ત્યારે લોકોના ધ્યાનમાં આવ્યું.
ઉપવાસ આંદોલન દરમિયાન અભિજીત દીપકે ફાઇવ સ્ટાર હાટલમાં રહ્યો હતો, આઈસાની પ્રમુખ નેહા બોરાને ત્યાં ભોજન વિતરણ કરનાર મોહમ્મદ જુનૈદે કયું શક્તિવર્ધક કે અન્ય પીણું પીવડાવી નૈતિક રીતે ઉપવાસ તોડી નાખ્યો, આંદોલનમાં કટ્ટર મુસ્લિમે ‘નારા એ તદબીર’નો સૂત્રોચ્ચાર કરાવ્યો પણ ઉપસ્થિત એક હિન્દુવાદીએ કહ્યું કે હવે ‘જય શ્રી રામ’નો સૂત્રોચ્ચાર પણ કરો, તો ના પાડી દીધી, ત્યાં કાશ્મીરની સ્વતંત્રતાની, બ્રાહ્મણવાદથી મુક્તિ, લિંગને ન્યાયના નામે એલજીબીટીક્યૂનો એજન્ડા, ચાલ્યો. પેલેસ્ટાઇનની તરફેણમાં અને કાશ્મીરી પંડિતોની અવદશાની વિરુધ્ધમાં બોલનાર ડાબેરી પ્રાધ્યાપિકા નંદિતા નારાયણને કહ્યું કે ‘બસ નામ રહેગા અલ્લાહ કા’માં વાંધો શું છે?, ત્યાં જે મોદી-ધર્મેન્દ્ર પ્રધાન વિરુધ્ધ ગાળાગાળી સભર સૂત્રોચ્ચાર થયાં, અંદરોઅંદર કામુક ચેષ્ટાઓ થઈ, ડાન્સ થયાં, અંગપ્રદર્શનો થયાં, મોદી સરકાર ઝૂકી તે પછી કોકરોચ જનતા પાર્ટીના લોકોએ નીટની પરીક્ષા નિમિત્તે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓનો મુદ્દો ભૂલીને હાટલમાં અભદ્ર પાર્ટી કરી, આંદોલનના સ્થળે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીની છબિ રઝળતી ફેંકી દીધી, આમાંનું કંઈ લખ્યું-બતાવ્યું નહીં.
વિદેશથી ભારત વિરોધી લોકોએ આંદોલનને ટેકો જાહેર કર્યો જેમાં ખેડૂત આંદોલન વખતે ટૂલકિટ જાહેર કરનારી કથિત પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગ, યૂકેના નેતા જેરેમી કાર્બિને અને હાલિવૂડ અભિનેતા જાન ક્યુસાક છે. ભારતની સેલિબ્રિટીઓએ આંદોલનને ટેકો જાહેર કર્યો જ, પણ હસવું એ વાતે આવે કે એ સલમાન ખાને ટેકો જાહેર કર્યો, જેના પિતા સલીમ ખાન એક શામાં તેમનો દીકરો પેપર લીક કરાવીને પાસ થયો હોવાનું હસતાં-હસતાં કહેતા હતા ! વડા પ્રધાન મોદીના (મધરાત્રે) સેલ્ફ રેકાર્ડેડ વિડિયોને ફેસબુક પરથી પહેલાં હટાવી લેવાયો અને પછી પુનઃસ્થાપિત કરાયો. સરકારે ફેસબુકના ગ્લાબલ એક્ઝિક્યુટિવને બોલાવી તતડાવ્યા. આ બધી વાતો માત્ર એક મિનિટના સમાચાર તરીકે મૂકી દેવાયા અને ક્યાંક તો સાવ છપાયા પણ નહીં.
પરંતુ માત્ર મીડિયાનો વાંક કાઢવો ઉચિત નથી. મીડિયાને તો સરકાર વિરોધી બાબતો છાપો કે દેખાડો તેમાં વધુ ટીઆરપી કે સર્કયુલેશન મળે. ને તેના આધારે જાહેરખબરો મળે. નહીંતર ગોદી મીડિયાનો આક્ષેપ થાય. આમ છતાં, અર્નબ ગોસ્વમી, સુધીર ચૌધરી, રુબિકા લિયાકત જેવા અનેક પત્રકારો પોતાનો પત્રકાર ધર્મ અને રાષ્ટ્ર ધર્મ નિભાવે છે, પરંતુ સામા પક્ષે બાર વર્ષ પછી પણ સરકાર અને ભાજપ મીડિયા સાથે ઉદ્ધત, ઉદ્દંડ અથવા ઉપેક્ષાના ભાવ સાથે રહ્યા છે. પોતાનો વિરોધ ઓછો થાય એટલે સેક્યુલર મીડિયાની આૅફિસમાં જઈ કુર્નિશ બજાવે છે.
ઘણાં વર્ષોથી આ લેખક સહિતના ચિંતિત લોકો સાશિયલ મીડિયા પર અભદ્ર સામગ્રી અને રાષ્ટ્રવિરોધી બાબતોની ફરિયાદ કરતા આવ્યા છે. ખાલિસ્તાન તરફી ‘સતલજ’ ફિલ્મ આખી ફેસબુક પર અપલાડ કરી દેવાઈ. ટિ્વટર, ફેસબુક, યુટ્યૂબ પર જમણેરી લોકોના વિડિયો પર કાં પ્રતિબંધ મૂકી દેવામાં આવે, કાં રીચ ઘટાડી નાખવામાં આવે તેવી બાબતે સરકારનું ધ્યાન દોરાતું હતું, પરંતુ વધુ પડતા ઉદાર દેખાવાના ચક્કરમાં સરકારે બધું ચાલવા દીધું. આજે પરિણામ એ આવ્યું કે ફેસબુક વડા પ્રધાન મોદીનો વિડિયો હટાવવાનું દુસ્સાહસ કરી શક્યું છે. ફિલ્મો/આૅટીટી/કામેડી શાની ભૂમિકાઃ વિશાલ ભારદ્વાજની ૨૦૦૬માં આવેલી ફિલ્મ ‘ઓમકારા’થી ચોખ્ખેચોખ્ખી ગાળોની શરૂઆત થઈ. આવી ફિલ્મોને વાંઢા ઢાંઢાઓએ તેને વધાવી લીધી કારણકે આગળ ઉલાળ નહીં ને પાછળ ધરાળ નહીં. નંગા નહાયેગા ક્યા ઔર નિચોયેગા ક્યા. પોતે ગાળાગાળી કરતા હોય તેમને તો આવી ફિલ્મો ગમે જ. પરંતુ ૨૦૧૪માં કથિત સંસ્કારી સરકાર આવી ત્યાર પછી આ બધું ઓર વધ્યું. ફિલ્મો, આૅટીટી કન્ટેન્ટ, સાશિયલ મીડિયા પર કથિત કામેડી શા- કપિલ શર્મા, લેટન્ટ, લવારીમાં અભદ્ર દૃશ્યો, ડ્રગ્સ, માબાપ પર ગંદા જાકની ભરમાર લાગી. પરિણામે તેનું સામાન્યીકરણ થયું. આ લેખક સહિત અનેક લોકો તેના પર કડક નિયંત્રણો માટે માગ કરતા રહ્યા છે, પણ સરકાર પોતે ઉદાર છે તેવું બતાવવાના પ્રયાસમાં આ બધું જોતી રહી.
મોદીએ લાંબા શાસન માટે નહેરુનો વિક્રમ તો તોડ્યો, પણ નહેરુ જેવી કડકાઈનો ઇતિહાસ સર્જ્યો નથી. આજે પણ સુમધુર લાગતાં ગીતો રેડિયો પર વગાડવા માટે વડા પ્રધાન નહેરુએ પ્રતિબંધ મૂક્યો હતો !
સાશિયલ મીડિયાએ આલ્ગારિધમ રાખી અશ્લીલતા ફેલાવતા રીલોને પ્રોત્સાહન આપવા લાગ્યું. લોકો પણ કમાણી કરવા અશ્લીલ રીલો બનાવવા લાગ્યા. જેન-ઝીના લોકોએ જેન-ઍક્સના નેતાઓ, જ્યોતિષ, પોલીસ, પ્રિન્સિપાલપના એમએમએસ જોયા છે. આથી જેન-ઝી આવું વર્તન કરે છે તેમ ઢાંઢા વાંઢા ભલે કહે, પણ આંદોલનમાં તો આવું ન જ ચાલે. વડા પ્રધાન અને સેના સામે તો ગાળાગાળી ન જ હોય. હિંસા ન જ હોય.
પોલીસ દ્વારા હિંસાનો ઇતિહાસઃ આ પ્રદર્શનોમાં એક પણ, રિપીટ, એક પણ નિર્દોષ વિદ્યાર્થી કે હિંસક પ્રદર્શનકારીનું મૃત્યુ થયું નથી. તોય રાહુલ-અખિલેશ મંડી પડ્યા છે. પેલેટ ગન કેમ વાપરી? જ્યારે ઈંટ અને પથ્થરો ફેંકાતા હોય, મરીનો સ્પ્રે કરાતો હોય ત્યારે પોલીસે
પુષ્પવૃષ્ટિ કરવાની હોય? તેમને સંસદ સુધી જતા રોકવાના નહીં?
પરંતુ ૧૯૫૯માં કેરળમાં વામપંથી સરકારમાં વિદ્યાર્થીઓ પર પોલીસ ગોળીબારમાં સાત વિદ્યાર્થીનાં
મૃત્યુથી લઈ ૧૯૬૬માં સંસદ પાસે ગોહત્યા પર પ્રતિબંધની માગણી કરતા સાધુ-સંતો અને ગોભક્તો પર ઈન્દિરા ગાંધી સરકારે ગોળીઓ ચલાવી સાતથી ૧૧ લોકોને મારી નાખ્યા, ૧૯૬૯માં તેલંગાણાની માગણી કરી રહેલા ૩૬૯ વિદ્યાર્થીઓને કાંગ્રેસ સરકારની પોલીસે વિંધી નાખ્યા, ૧૯૭૪માં વિદ્યાર્થીઓના નવનિર્માણ આંદોલનમાં કાંગ્રેસ સરકારે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને મારી નાખ્યા, કટોકટીમાં ઈન્દિરા ગાંધીના આદેશથી પોલીસની કાર્યવાહીમાં ૧,૭૭૪ મૃત્યુ થયાં, ૧૯૯૪માં ઉત્તરાખંડની માગણી માટે દિલ્લી આવી રહેલા છ નિર્દોષ (સીજેપીની જેમ હિંસક નહીં) પ્રદર્શનકારીઓને મુલાયમસિંહની સરકારમાં પોલીસે મારી નાખ્યા હતા. આવો તો મોટો ઇતિહાસ છે.
નેરેટિવની લડાઈમાં ભાજપ નિષ્ફળઃ નેરેટિવની લડાઈમાં ભાજપ ૩૭૦, શ્રી રામમંદિર કે ત્રિ-તલાકને બાદ કરતાં માર જ ખાય છે. સંઘ પણ. સંઘ સામે ગાંધી હત્યાથી લઈને સ્વતંત્રતા આંદોલનમાં ભાગ નહીં લેવાના આક્ષેપો થતા રહ્યા છે. વીર સાવરકરે રણનીતિપૂર્વક નહેરુની જેમ ક્ષમા માગી હતી તેને મુદ્દે પણ ઢાંઢા વાંઢાઓ ભ્રમ ફેલાવતા રહ્યા છે. પરંતુ સીએએ હોય કે ખેડૂત આંદોલન, કે વર્તમાન પેપર લીકનું આંદોલન, ભાજપ સરકાર સમયસર દોષિતો સામે પગલાં નથી લેતી. વડા પ્રધાન પોતે નિવેદન આપવામાં ખૂબ મોડું કરે છે. આંદોલનમાં સરકારના પ્રતિનિધિઓને મોકલવામાં પણ ખૂબ મોડું કરે છે.
સીએએ સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યો પછી બધું બહાર આવ્યું કે અગાઉ અટલ સરકારમાં વિપક્ષના નેતા તરીકે મનમોહનસિંહે આ જ માગણી કરી હતી, એનઆરસીનું વચન રાજીવ ગાંધીનું હતું. ખેડૂત આંદોલનમાં બહાર આવ્યું હતું કે રાહુલ ગાંધીએ ૨૦૧૯માં આ જ વચન આપ્યું હતું અને બિહાર, કેરળમ્ અને મણિપુરમાં એપીએમસી નથી અથવા ખેડૂતો એપીએમસીની ચુંગાલમાંથી મુક્ત છે. પેપર લીક રાજસ્થાનમાં કાંગ્રેસ શાસનમાં પણ થતાં હતાં અને પંજાબમાં આઆપ સરકારમાં તો વર્તમાનમાં થયું છે. જો ભાજપે આ મુદ્દાઓ રાષ્ટ્રીય સ્તરે પહેલાં જ ઉછાળ્યાં હોત તો ભાજપ વિરુધ્ધ નેરેટિવ ન બનત.
ભાજપના નેતાઓ, વીસી સામે બહાદુરી બતાવતા એબીવીપીના નેતાઓ હોય કે સંઘ-ભાજપની કૃપાથી વી. સી. કે અન્ય પદો પર સત્તાસુખ ભોગવતા લોકો “અમે આને મળ્યા, અમને આ કામ કરવાનું સૌભાગ્ય મળ્યું” માત્ર તેવી પાસ્ટ જ મૂકશે. અંદરખાને ચમચાગીરી કરી આવશે કે ખોટું થયું. પણ વિચારધારાના મુદ્દે, ઇતિહાસ શોધીને, સત્ય લખતા ડર લાગે છે કે સરકાર બદલાઈ જશે તો?
વર્તમાનમાં પ્રિયંકા ગાંધી વાડ્રા જોરશોરથી પેપર લીક માટે ધર્મેન્દ્ર પ્રધાનને ઉત્તરદાયી ગણાવતાં હતાં પણ અગાઉ ગહલોત સરકાર હતી ત્યારે ત્યાં જઈ તેઓ એમ કહેતાં હતાં કે પેપર લીકને કોણ રોકી શકે? અશોક ગહલોત એમ કહેતા હતા કે આ તો વિદ્યાર્થીઓની ગેંગ જ પેપર લીક કરે છે ! વિચારો, ધર્મેન્દ્ર પ્રધાન કે નરેન્દ્ર મોદીએ આવું કહ્યું હોત તો? વિરોધીઓ તૂટી પડત.
દર વખતે ભાજપ સરકાર સાચી નથી હોતી તે સ્વીકાર્યું. આ જ કાલમમાં યુજીસી, નીટ અને સીબીએસઇ મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાન સામે અને ભાજપ સરકારમાં અત્યાર સુધી નબળા શિક્ષણ પ્રધાનો આવ્યા તે મુદ્દે લખ્યું હતું. વર્તમાન આંદોલનનો મુદ્દો સાચો જ હતો, મોંઘું શિક્ષણ, અનિયંત્રિત ભાવ વધારો, સ્માર્ટ મીટર, ખેતરમાં ટ્રાન્સફાર્મર મુદ્દે વળતર જેવા બીજા અનેક મુદ્દા છે. પરંતુ પેપર લીક વિરોધના નામે જે થયું તે ખોટું હતું. બાંગ્લાદેશ અને નેપાળ જેવું કરવાની વાત હતી. અને ધર્મેન્દ્ર પ્રધાનના ત્યાગપત્રથી શું સિસ્ટમ સુધરી જશે? લાલબહાદુર શાસ્ત્રીએ ટ્રેન અકસ્માતો માટે ત્યાગપત્ર આપ્યો તે પછી ટ્રેન અકસ્માતો બંધ થઈ ગયા?
આંદોલનનો સમયઃ આ આંદોલન એવા સમયે થયું જ્યારે સંસદમાં એફસીઆરએ વિધેયક લાવીને દેશ વિરોધી, પંથાંતરણ કરતી એનજીઓને વિદેશી ફંડ બંધ કરાવવાનું કાર્ય થવાનું હતું. સોનમ વાંગ્ચુકની સેકમાલ સંસ્થાની વેબસાઇટ પર તેને ડેનચર્ચ ઍઇડ તરફથી ફંડ મળે છે તે લખાયેલું છે. ડેનમાર્કની આ એનજીઓ કથિત રીતે કામ તો ગરીબોને સહાય આપવાનું કરે છે, પરંતુ તેણે ડેનમાર્કે ઇઝરાયેલને શસ્ત્રો પૂરાં પાડ્યાં તેની વિરુદ્ધ ત્યાં કેસ કરેલો છે. સેકમોલને હજુ ત્રણ જ વર્ષ થયાં હતાં ત્યારે તેની વાત અમેરિકા કેવી રીતે પહોંચી ગઈ કે રેબેકા નાર્મન અમેરિકાથી ૧૯૯૨માં કાશ્મીરમાં ત્રાસવાદ ચરમસીમાએ હતો ત્યારે લેહ આવી અને પછી સોનમને પરણી ગઈ? તે બંનેની એકેય તસવીરો કેમ નથી? રેબેકા જે સ્કૂલ ફાર ઇન્ટરનેશનલ ટ્રેઇનિંગમાં ભણી તેને સીઆઈએ સાથે શું સંબંધ તે બધું સ્મરણમાં રાખવું જોઈએ. તદુપરાંત પીઓકેમાં ચળવળ સ્વતંત્રતાની એરણે પહોંચી હોય અને તેથી પાકિસ્તાન ધ્યાન ભટકાવવા ભારત સામે યુધ્ધનું છમકલું કરી શકે તેવી સ્થિતિ હોય ત્યારે દેશમાં ગુરુદ્વારાઓમાં અને ગામેગામ ‘સતલજ’ દેખાડી અને સીજેપીના વિરોધ પ્રદર્શન થકી અરાજકતા ફેલાવાય તે યોગ્ય છે?
jaywant.pandya@gmail.com









































