આઇપીએલ ૨૦૨૬ માં એક નવો વિવાદ ઉભો થયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ભારતીય ક્રિકેટ બોર્ડને ફરિયાદ કરી છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ દરમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડીજે દ્વારા વગાડવામાં આવેલ સંગીત અને ટિપ્પણીઓ અયોગ્ય હતી. અહેવાલ મુજબ, સીએસકેએ ફરિયાદ નોંધાવી છે કે મેચ દરમિયાન વાયરલ ગીત “ડોસા, ઈડલી, સાંભાર, ચટણી” વગાડવામાં આવ્યું હતું. ગણા અપ્પુ દ્વારા ગવાયેલ આ ગીતનો ઉપયોગ ઘણીવાર દક્ષિણ ભારતીય સ્ટીરિયોટાઇપ્સને દર્શાવવા માટે સોશિયલ મીડિયા પર થાય છે.
આઇપીએલના એક ટોચના અધિકારીએ આ બાબતની પુષ્ટિ કરતા કહ્યું, “અમને સીએસકે તરફથી ફરિયાદ મળી છે અને અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ.” આ નિવેદન સ્પષ્ટ કરે છે કે આ મામલો હવે સત્તાવાર રીતે બોર્ડના ધ્યાન હેઠળ છે અને આગળની કાર્યવાહી શક્ય છે.
સીએસકેના મેનેજિંગ ડિરેક્ટર કાશી વિશ્વનાથને પણ આ મુદ્દા પર નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, “ડ્ઢત્ન સામાન્ય રીતે ઘરઆંગણાની ટીમને ટેકો આપે છે, પરંતુ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પરિસ્થિતિ અલગ હતી. અમારા ખેલાડીઓ વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જેના કારણે અમે બીસીસીઆઇને પત્ર લખ્યો છે.” તેમણે વધુમાં ઉમેર્યું, “વિરોધી ખેલાડીઓનું અપમાન કરવાનું ડ્ઢત્ન નું કામ નથી.
આ ગીત ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી દુશ્મનાવટ સાથે પણ સંકળાયેલું છે. ચાહકોએ તેનો વારંવાર સોશિયલ મીડિયા પર ઉપયોગ કર્યો છે. ગયા વર્ષે, જીતેશ શર્માનો આ ગીત ગાતો એક વીડિયો સામે આવ્યો હતો, જેના પર સીએસકે ચાહકો તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. તે ઘટના બાદ,સીએસકે મેનેજમેન્ટે ડ્ઢત્ન વિરોધી ખેલાડીઓ અથવા ચાહકોને નિશાન બનાવવાનું ટાળવા માટે વધુ કડક માર્ગદર્શિકા લાગુ કરી હોવાનું કહેવાય છે.
કાશી વિશ્વનાથને આ બાબતે કહ્યું, “જિતેશ ઘટના પછી, ઘણા સમયથી આવું પુનરાવર્તન થયું નથી. વિરોધી ખેલાડીઓ પર ટિપ્પણી કરવાનું ડીજેનું કામ નથી. વધુમાં, અમે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ કે અમારી પાસે એક મજબૂત ચાહક વર્ગ છે જે મોટી સંખ્યામાં અમને ટેકો આપે છે.”
સીએસકે ટીમ મેનેજમેન્ટે માત્ર ગીતો પર જ નહીં પરંતુ મેચ દરમિયાન ખેલાડીઓના આઉટ પર ડીજેની ટિપ્પણીઓ પર પણ વાંધો ઉઠાવ્યો હતો. સીએસકેના એક અધિકારીએ કહ્યું, “ડીજે વિરોધીઓને નીચા પાડવા અથવા અપમાનિત કરવા માટે નથી.” બીસીસીઆઈ આ બાબતે શું પગલાં લે છે તે જાવાનું બાકી છે.
આ વિવાદ વચ્ચે, આરસીબી ઉત્તમ ફોર્મમાં છે અને લખનૌ સુપર જાયન્ટ્‌સને હરાવ્યા પછી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે, અને ટીમ પાંચ મેચમાંથી ચાર પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે.