ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝનમાં રમવામાં વ્યસ્ત છે, જેમાં ટીમ ઇન્ડિયાના ૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવનો પણ સમાવેશ થાય છે, જેમણે હજુ સુધી કોઈ નોંધપાત્ર બેટિંગ પ્રદર્શન કર્યું નથી. ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ જીત્યો હતો, પરંતુ તેમના બેટિંગ ફોર્મ પર સતત પ્રશ્નો ઉભા થયા હતા. હવે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને, સૂર્યા ટીમ ઇન્ડિયામાંથી બહાર થવાના ભયનો સામનો કરી રહી છે. ટીમ ઇન્ડિયા ૨૦૨૮ ઓલિમ્પક ગેમ્સ તેમજ ૨૦ વર્લ્ડ કપમાં રમશે, જ્યાં સૂર્યકુમાર યાદવ માટે સ્થાન મેળવવું અત્યંત મુશ્કેલ લાગે છે.
ભારતીય ટીમ આ વર્ષે જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડમાં તેની આગામી ટી ૨૦ શ્રેણી રમશે, જે સૂર્યકુમાર યાદવ માટે કેપ્ટન તરીકે નહીં, પરંતુ બેટ્સમેન તરીકે મહત્વપૂર્ણ રહેશે. ૨૦૨૫નું વર્ષ સૂર્યા માટે એક દુઃસ્વપ્નથી ઓછું નહોતું, તેણે માત્ર ૧૨૦ ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને એક પણ ફિફ્ટી ફટકારવામાં નિષ્ફળ રહ્યા. જાકે સૂર્યાએ ૨૦૨૬ માં ચાર હાફ સેન્ચુરી ફટકારી હતી, તે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં યુએસએ સામે માત્ર એક મોટી ઇનિંગ ફટકારવામાં સફળ રહ્યો. બીસીસીઆઇના એક સૂત્રએ નામ ન આપવાની શરતે વાત કરતા જણાવ્યું હતું કે સૂર્યા હાલમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, પરંતુ તેને બેટ્સમેન તરીકે સુસંગતતા પણ સુનિશ્ચિત કરવાની જરૂર પડશે. તે ઈંગ્લેન્ડ-આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમનું નેતૃત્વ કરશે, પરંતુ તે પછી, ૨૦૨૮ સુધી ચર્ચાઓ સંપૂર્ણપણે પ્રદર્શન પર આધારિત રહેશે.
આઈપીએલ ૨૦૨૬ માં પોતાની પ્રતિભાથી બધાને પ્રભાવિત કરનાર ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીને ટીમઇન્ડિયામાં સામેલ કરવા અંગે, બીસીસીઆઇના એક સૂત્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પસંદગી સમિતિને વિશ્વાસ છે કે વૈભવ તૈયાર છે, પરંતુ પછી તમે સંજુ સેમસન, અભિષેક શર્મા અને ઈશાન કિશન વિશે વાત કરી રહ્યા છો. ત્રણેયે ટી ૨૦ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું છે. જા તમે ચોથા ઓપનરનો સમાવેશ કરો છો, તો યશસ્વી જયસ્વાલ પણ દોડમાં છે. વૈભવની એન્ટ્રી ઈંગ્લેન્ડ-આયર્લેન્ડ પ્રવાસ અથવા ઝિમ્બાબ્વે હોઈ શકે છે. જા કે, તેના માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ એશિયન ગેમ્સ અથવા વેસ્ટ દેજઝ સામેની હોમ શ્રેણી હોઈ શકે છે, કારણ કે બંને ઇવેન્ટ્સ એક સાથે આવશે, જેના માટે અમને બે ટી ૨૦ ટીમો પસંદ કરવાની જરૂર પડશે. વૈભવને આ બેમાંથી એકમાં સમાવી શકાય છે.













































