અક્ષય તૃતીયાના પવિત્ર પર્વે લાઠી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દરબારી ચોક સ્થિત મહાલક્ષ્મીજી મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું, જેમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સહિત વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.