સાવરકુંડલા પંથકમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી તેની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી તેને ગર્ભવતી બનાવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી અવાર-નવાર સગીરાના ઘરે જતો હતો અને લગ્નની લાલચ આપી તેની માસૂમિયતનો ફાયદો ઉઠાવી અવાર-નવાર દુષ્કર્મ આચરતો હતો. આ કૃત્યને કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જ્યારે આ બાબત પરિવારના ધ્યાને આવી ત્યારે સમગ્ર હકીકતનો ખુલાસો થયો હતો.આ મામલે સગીરાના પરિવારજનોએ સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.