અમરેલીના જેશીગપરામાં લોકશાહીના મહાપર્વ દરમિયાન ત્રણ પેઢીના સથવારે મતદાનની અનોખી ઝલક જોવા મળી. રૂત્વા માંગરોલીયાએ આજે પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, યુવા મતદાતાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.પરિવાર સાથે મતદાન કરીને લોકશાહી પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપ્યો હતો.







































