હાલમાં રવિ પાક તરીકે ચણાની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે, ત્યારે અગાઉ જગ્યા ના અભાવે મંડળીને ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવ્યું ન હતું. જેના કારણે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંડળી દ્વારા ખેડૂતોના હિત માટે ફરી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને અનુસરીને અમરેલી માર્કેટિંગ યાર્ડ દ્વારા મંડળીને ચણાની ટેકાના ભાવે ખરીદી માટે નવી જગ્યા ફાળવવામાં આવી છે.
આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળશે અને તેઓ સરળતાથી પોતાનો પાક વેચી શકશે. મંડળીના વહીવટી અધિકારીઓએ આ સહયોગ બદલ માર્કેટિંગ યાર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ નિર્ણય ખેડૂત હિતમાં મહત્વપૂર્ણ છે. હવે ખેડૂતોને ટેકાના ભાવે ચણા વેચવા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે જવાનું રહેશે.











































