ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને આવતીકાલે પરિણામ જાહેર થશે તેની પહેલા જ ઉત્સાહી જ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી, રોડ પરથી પસાર થતા લોકો પણ વિચારમાં પડી ગયા હતા કે આ ઉજવણી શેની થઈ રહી છે, અને ફટાકડા ફૂટતા રહ્યાં હતા, તો ભાજપના કાર્યકર્તાઓએ ઉમેદવારોને હાર પણ પહેરાવ્યા હતા અને જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. મધ્યસ્થ કાર્યાલપ પર મોટી સંખ્યામાં બુથના કાર્યકર્તાઓ ઉજવણીમાં હાજર રહ્યાં હતા.
રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર ૭,૮,૯ ના મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોડી રાત્રે ઉજવણી કરાઈ હતી અને મતદાન પૂર્ણ થયા બાદ મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી કરાઈ ઉજવણી અને આ ઉજવણીમાં મોટી સંખ્યામાં બુથ લેવલના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા, વોર્ડ નંબર ૭,૮ અને ૯ ના ઉમેદવારોએ પરિણામ આવ્યા પહેલા જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર ૭માં ૪૧.૬૧ ટકા, વોર્ડ નંબર ૮માં ૪૩.૦૯ ટકા અને વોર્ડ નંબર ૯માં ૩૮.૭૭ ટકા મતદાન થયું હોવાની વાત સામે આવી છે.
રાજકોટ મહાપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠક માટે થયેલા મતદાનમાં શહેરના કુલ ૯,૮૫,૯૫૨ મતદારોમાંથી કુલ ૫,૦૪,૫૯૯ મતદારોએ મતદાન કર્યું છે. તેમાં ૨,૮૪,૯૮૭પુરૂષ મતદારો અને ૨,૧૯,૬૧૨ †ી મતદારનો સમાવેશ થાય છે. શહેરના૧૮ વોર્ડમાંથી સૌથી વધુ મતદારોનું મતદાન વોર્ડ નં.૪, ૫, ૬, ૧૫ અને ૧૬ નંબરમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ વોર્ડ નં.૧ અને ૯ માં ૪૦ ટકાથી પણ ઓછું મતદાન થયું છે. આ વખતે ઓબીસી અનામતના કારણે મહિલા ઉમેદવારોને મહિલા મતદારો ફળે છે કે કેમ તે હવે મંગળવારે થનાર મતગણતરીમાં ખબર પડશે.







































