બગસરાની જનતા માટે પરિવારમાં સંબંધોની ગરિમા જળવાય રહે તેવા ઉમદા હેતુથી આગામી ૩ મે ૨૦૨૬ના રોજ રવિવારે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘પિતા-પ્રેમનો પર્યાય’ કાર્યક્રમની સફળતા પછી હવે ‘ભાભીઃ પ્રેમની પરિભાષા’ વિષય પર પ્રકાશ પાડવામાં આવશે. સતવારા સમાજની વાડી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ભાભીના પાત્રમાં રહેલા માતૃત્વ, મિત્રતા અને વિશ્વાસના ત્રિવેણી સંગમની વાત કરવામાં આવશે. શિક્ષણ જગતના સેવાભાવી શિક્ષકો સંજયભાઈ ખાંદલ, નિકુંજભાઈ જાદવ અને હિરેનભાઈ ચૌહાણ દ્વારા આ પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે પરંતુ બેઠક વ્યવસ્થા મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.






































