ધારી તાલુકાના ગોપાલગ્રામ રોડ પર આવેલી ચલાલા ગુરુકુળ પાસે અચાનક એક મહાકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. આ અકસ્માતને કારણે રોડ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિકોએ તુરંત ચલાલા પોલીસને જાણ કરી હતી. પોલીસે વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચી JCBની મદદથી વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ટૂંકા સમયમાં જ રસ્તો સાફ કરી વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરવામાં આવ્યો હતો.