અમરેલી જિલ્લામાં પોલીસ પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે કડક કામગીરી કરી રહી છે. આ દરમિયાન સાવરકુંડલામાં કાપેલધાર પાસેથી શિલ્પેશભાઇ ઉર્ફે શિલ્પો બાલુભાઇ વાળા પાસ-પરમિટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની કાચની તેમજ પ્લાસ્ટિકની ૧૦૫ નંગ ચપટા બોટલો સાથે ઝડપાયો હતો. પોલીસે રૂ.૧૧,૮૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, જિલ્લામાં છ લોકો પાસેથી ૧૬ લિટર દેશી દારૂ પકડાયો હતો, જ્યારે ૧૩ ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.