સમસ્ત બાબરકોટ ગામ અને સમસ્ત સાંખટ પરિવારના સંયુક્ત ઉપક્રમે વાંઢ ગામે બિરાજમાન ખોડિયાર માતાજીના મંદિરે એક ભવ્ય દેવીયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં મુખ્ય આચાર્ય તરીકે શાસ્ત્રી નિલકંઠ પી. વડીયાએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યજ્ઞ કાર્ય સંપન્ન કરાવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે બાબરકોટના વતની રૂપેશભાઈ નાનજીભાઈ સાંખટ મુખ્ય યજમાન પદે રહ્યા હતા. યજ્ઞના દર્શન અને માતાજીના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.આ અવસરે સાંખટ પરિવારના વડીલો અને આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત આજુબાજુના ગામોના સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ પણ ખાસ હાજર રહ્યા હતા.







































