બગસરા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. નગરપાલિકામાં કુલ ૫૯.૨૯ ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે તાલુકા વિસ્તારમાં ૫૪.૧ ટકા મતદાન થયું હતું. નગરપાલિકાની ૨૮ બેઠકો માટે કુલ ૮૭ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૪૭ ઉમેદવાર અને જિલ્લા પંચાયતની ૨ બેઠકો માટે ૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખાસ કરીને વૃધ્ધ અને અશક્ત મતદારોને પોલીસકર્મીઓએ સહારો આપી મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા.









































