આમ આદમી પાર્ટીએ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬માં ઐતિહાસિક પ્રદર્શન કરીને નવો ઈતિહાસ રચ્યો છે, જેમાં પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયત સહિત ૧૨ તાલુકા પંચાયત પર કબ્જા જમાવ્યો છે. આ જીતમાં સૌથી ખાસ નર્મદા જિલ્લા પંચાયત પર આપનો કબ્જા છે. આ વિસ્તાર આદિવાસી બહુલ હોવાને કારણે રાજકીય રીતે ખૂબ જ મહત્વનો ગણાય છે. અહીં મળેલી સફળતા દર્શાવે છે કે પાર્ટી હવે સમાજના વિવિધ વર્ગોમાં પોતાનું સ્થાન બનાવી રહી છે.
આપે ડેડીયાપાડા, ચિકદા, ગરુડેશ્વર, વાલીયા, બગસરા, લાલપુર, જુનાગઢ, પોશીના, વિસાવદર, સાગબારા, છોટાઉદેપુર અને કવાંટ જેવી તાલુકા પંચાયતોમાં જીત મેળવી છે. આ વિસ્તારોમાં જીત પાર્ટી માટે માત્ર સંખ્યાત્મક નહીં પરંતુ વ્યૂહાત્મક રીતે પણ મહત્વપૂર્ણ છે.ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં પાર્ટીનું વધતું પ્રભાવ પરંપરાગત રાજકીય સમીકરણોને બદલવાની ક્ષમતા ધરાવે છે.
આ જીત સાથે આપે સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે તે હવે માત્ર એક પાર્ટી નથી, પરંતુ રાજ્યની રાજનીતિમાં એક સશક્ત પાર્ટી તરીકે ઉભરી રહી છે. આવનારા સમયમાં આ પરિણામો રાજ્યની મોટી ચૂંટણીઓ પર કેવી અસર કરશે તે જાવું રસપ્રદ રહેશે. આપે જીતેલી ૧૨ તાલુકા પંચાયતઃ ૧. ડેડીયાપાડા,૨. ચિકદા,૩. ગરુડેશ્વર,૪. વાલીયા,૫. બગસરા,૬. લાલપુર,૭. જુનાગઢ,૮. પોશીના,૯. વિસાવદર,૧૦. સાગબારા,૧૧. છોટાઉદેપુર,૧૨. કવાંટનો સમાવેશ થાય છે










































