શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના સિનિયર પ્રાધ્યાપક પ્રો. જે. એમ. તળાવીયાએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાના શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. જી. પટેલ, ડો. એ. બી. ગોરવાડિયા તથા એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડબલ્યુ. જી. વસાવાએ કર્યું હતું.
કાર્યક્રમના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ તથા કોલેજનાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.







































