બગસરામાં બે સ્થળેથી ૧૦ ખેલી રૂ. ૨૬,૫૮૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જૂની નગરપાલિકા પાસેથી રફીકભાઈ કાસમભાઈ કાળવાતર, અશોકભાઈ નનકુભાઈ ખદનપરા, મહેશભાઈ કાનજીભાઈ કટેશીયા, અલ્તાફભાઈ બોદુભાઈ કચરા તથા હરેશભાઈ વીરજીભાઈ ડાભી જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂ. ૧૬,૧૦૦ સાથે પકડાયા હતા. જ્યારે બીજી જગ્યાએથી અમીતકુમાર જેન્તીલાલ માલવીયા, અમીનભાઈ રસુલભાઈ શાહમદાર, મહમદભાઈ હુસેનભાઈ ચાનીયા, ઈકબાલશા રમજુશા શાહમદાર તથા શૈલેષભાઈ લાલજીભાઈ શેખવા જુગાર રમતાં રોકડા રૂ. ૧૦,૪૮૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. આ અંગે બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. ડી. ભીલ વધુ તપાસ કરી રહ્યા છે.