કોડિનાર તાલુકાના દુદાણા ગામે શિક્ષણ મંત્રી ડા. પ્રદ્યુમન વાજાના હસ્તે રૂ. ૩૨.૨૬ લાખના ખર્ચે નિર્મિત કોમ્યુનિટી હોલ અને કૌશલ્ય વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ડીએમએફ ગ્રાન્ટમાંથી રૂ. ૨૦.૫૨ લાખના ખર્ચે કૌશલ્ય કેન્દ્ર અને રૂ. ૧૧.૭૪ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવાયો છે.
કેન્દ્રમાં યુવાનો અને મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અપાશે. મંત્રીએ જણાવ્યું હતું કે, કૌશલ્ય વિકાસથી સ્વરોજગારની તકો વધશે અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. આ પ્રસંગે દિનુભાઈ સોલંકી સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.