દિવાળીના તહેવારો દરમિયાન શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે અમરેલી સિટી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે ટાવર રોડ, હરિ રોડ અને લાઇબ્રેરી રોડ પર પોલીસે પેટ્રોલિંગ કરી વાહનવ્યવહાર, લોકોની અવરજવર અને જાહેર સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. વેપારીઓ અને નાગરિકોને તહેવારો દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી પોલીસ સતર્ક બની છે.








































