બગસરાના પીઠડીયા ગામે દીવાલ પડતાં એક પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
(ઉ.વ.૫૩)એ પોલીસમાં જાહેર કર્યા મુજબ, બચુભાઇ કુંવરજીભાઇ વાઘેલા (ઉ.વ.૭૫) પોતાના ઘરની દીવાલના ટેકે બેઠા હતા. તે દરમિયાન અચાનક દીવાલ તેમના પર ધસી પડતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ અંગે બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એન. વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































