તહેવારોની ખુશીઓ પરિવાર સાથે મનાવવાની ઇચ્છા હોય ત્યારે લાંબી મુસાફરીની મુશ્કેલીઓ પણ લોકો માટે નાની બની જાય છે. જોકે, આ વખતે વતન જવાની ઉતાવળમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળી અને છઠ પૂજાના તહેવારોને લઈને મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા નીકળ્યા છે. ખાસ કરીને બિહાર અને ઉત્તરપ્રદેશ તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
કાલુપુર રેલવે સ્ટેશન પર સવારથી જ મુસાફરોની અવરજવર વધી ગઈ છે. વતન જવા માટે લોકો પરિવાર સાથે સામાન લઈને સ્ટેશન પર પહોંચી રહ્યા છે. બિહાર અને ઉત્તરપ્રદેશ જતી ટ્રેનોમાં મુસાફરી કરવા માટે મુસાફરોની લાંબી કતારો લાગી છે. પરિસ્થિતિ એવી છે કે ટ્રેનમાં જગ્યા મેળવવા અને સમયસર ટ્રેન પકડવા માટે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને કારણે લોકોને લાંબો સમય રાહ જાવી પડી રહી છે. ઘણા મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા માટે અંદાજે બે કલાકથી રાહ જાઈ રહ્યા છે. પરિવાર સાથે આવેલા મુસાફરોને સામાન અને બાળકો સાથે લાંબો સમય સ્ટેશન પર પસાર કરવો પડી રહ્યો છે. તહેવારોના કારણે વતન જવા નીકળેલા લોકોની સંખ્યા વધતાં સ્ટેશન પર સતત ભીડ જોવા મળી રહી છે.
મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને સ્ટેશન પર અવરજવર કરવામાં અને ટ્રેનની રાહ જોવામાં મુશ્કેલી ન પડે તે માટે હોલ્ડીંગ એરિયા બનાવવામાં આવ્યો છે. આ હોલ્ડીંગ એરિયામાં મુસાફરો ટ્રેન આવવાની રાહ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
દિવાળી અને છઠ પૂજાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ગુજરાતમાંથી બિહાર અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં પોતાના વતન જાય છે. આ વખતે પણ તહેવારો નજીક આવતાં કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે કરવામાં આવેલી વ્યવસ્થા વચ્ચે પણ સ્ટેશન પર ભારે ભીડનો માહોલ જાવા મળી રહ્યો છે.