ઉના તાલુકાના મોઠા ગામે દૂધનાથ મહાદેવ મંદિર પાછળ આવેલી વાડીમાં દીપડાએ બે દિવસમાં એક જ માલિક સામતભાઈ ગોહિલની બે ગાયનો શિકાર કર્યો છે. ૧૦ ફૂટ ઊંચી દીવાલ કૂદીને આવેલા દીપડાએ સળંગ બે રાત આતંક મચાવતાં વાડી વિસ્તારમાં ભારે ભય ફેલાયો છે. વન વિભાગે પાંજરું ગોઠવ્યું હોવા છતાં યોગ્ય સહકાર ન મળતો હોવાનો ખેડૂતે આરોપ લગાવ્યો છે. સ્થાનિકોએ વાડી વિસ્તારમાં વન વિભાગનું પેટ્રોલિંગ વધારવા, દીપડાને પાંજરે પૂરવા અને પીડિત ખેડૂતને ગાયોનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે.







































