ચલાલા પોલીસ દ્વારા ગોપાલગ્રામની ઓ.પી. ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે સાઇબર ક્રાઇમ અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામજનોને સાઇબર ગુનાઓથી બચવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઓનલાઈન છેતરપિંડી, અજાણી લિંક, ખોટા ફોન, ઓટીપી દ્વારા થતી છેતરપિંડી અને બેંક ખાતા સંબંધિત ગુનાઓ અંગે સમજ આપવામાં આવી હતી.










































