નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા સંઘવી ધર્મશાળા હોલ ખાતે દિવાળી સ્પેશ્યલ વાનગી સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપ જિલ્લા મંત્રી ક્રિષ્નાબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળિયા, અલકાબેન ગોંડલિયા, નિરાલીબેન જાની, જયશ્રીબેન કાનાણી, કાશ્મીરાબેન વ્યાસ સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી. વાનગી સ્પર્ધામાં બહેનોએ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરી હતી, જ્યારે રંગોળી સ્પર્ધામાં સુંદર રંગોળીઓ બનાવી ઉત્સાહ દર્શાવ્યો હતો. વાનગી સ્પર્ધાના નિર્ણાયક તરીકે નયનાબેન વિષ્ણુસ્વામી, માધવીબેન ભટ્ટ અને સિદ્ધિબેન મોદીએ સેવા આપી હતી. રંગોળી સ્પર્ધામાં કિરણબેન પડાયા, ચેતનાબેન બાજક અને મીનાક્ષીબેન ઠાકરે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. લીનાબેન શાહ અને જલ્પાબેન બોસમિયાએ સંચાલન કર્યું હતું. કાર્યક્રમ સફળ રહ્યો હતો.







































