સાવરકુંડલાના સેંજળ ગામે પરિણીતા પર સાસરિયાએ અત્યાચાર ગુજાર્યો હતો. હાલ સાવરકુંડલામાં રહેતા કિરણબેન કાનુભાઈ સોલંકી (ઉં.વ. ૨૩)એ સેંજળ ગામે વાડી વિસ્તારમાં ડેમ નીચે રહેતા પતિ આકાશભાઈ ચિમનભાઈ ચુડાસમા, સસરા ચિમનભાઈ લવજીભાઈ ચુડાસમા તથા સાસુ પ્રવીણાબેન ચિમનભાઈ ચુડાસમા સામે શારીરિક-માનસિક ત્રાસ આપી, ગાળો બોલી તેમજ શરીરે ઢીંકાપાટુનો મૂંઢમાર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત, સાસુ-સસરા ઘરકામ અને કરિયાવર બાબતે મેણા-ટોણા મારતા હતા. આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઈ દેવજીભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.