ધારી તાલુકાના રામપરા ગામમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની અવરજવરને કારણે ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો. દીપડાના સતત ત્રાસથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરી રામપરા ગામ નજીક નદીના કાંઠેથી દીપડાને પકડી લેવામાં આવ્યો હતો. લાંબા સમયથી ગામ અને આસપાસના વિસ્તારમાં દીપડાની અવરજવરને કારણે ગ્રામજનોમાં ફફડાટ જોવા મળતો હતો. દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી સફળ થતાં ગ્રામજનોને મોટી રાહત મળી છે. દીપડો પાંજરે પુરાતાં સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી પ્રસરી છે. આ કામગીરીને પગલે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. લાંબા સમયથી ચાલતી ભયની સ્થિતિનો અંત આવતાં ગામમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.







































