ગુજરાત સરકાર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ-૨૦૨૬ની તરણ સ્પર્ધામાં ઉના તાલુકાના માણેકપુર ગામના સરપંચ પ્રતિનિધિ લાખાભાઈ રણશીભાઈ રાઠોડે ત્રણ સ્થાન મેળવ્યાં છે. ૧૦૦ મીટર તરણમાં દ્વિતીય, ૧૦૦ મીટર ફ્રીસ્ટાઇલ અને ૪૦૦ મીટર બેસ્ટ સ્ટ્રોકમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. તેમની સફળતાથી માણેકપુર ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. ગ્રામજનો, મિત્રો અને આગેવાનોએ અભિનંદન પાઠવી આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.








































