રાજુલા એસ.ટી. ડેપોના વર્કશોપની બાજુમાં રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે વાહનચાલકો અને રાહદારીઓ માટે યોગ્ય વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ન કરાતાં મુશ્કેલી ઊભી થઈ છે. ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. આ જગ્યામાં અચાનક બસ આડી મૂકી દેવામાં આવતાં અવરજવરનો માર્ગ બંધ થઈ ગયો છે.









































