દિલ્હીના મંગોલપુરી ઔદ્યોગિક વિસ્તાર, ફેઝ ૧ માં શુક્રવારે મોડી રાત્રે એક જૂતાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા, જ્યારે બે અન્ય ઘાયલ થયા. બધા છ લોકોને સંજય ગાંધી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ ચારને મૃત જાહેર કર્યા, જ્યારે બે ઘાયલોની સારવાર ચાલી રહી છે.
ડીસીપી વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર, આગની માહિતી મળતાં, પોલીસે તાત્કાલિક તેમના સ્ટાફ અને એક ટીમને ઘટનાસ્થળે મોકલી દીધી. પોલીસ કર્મચારીઓ સૌથી પહેલા પહોંચ્યા હતા, અને ફાયર બ્રિગેડ આવતાની સાથે જ બચાવ કામગીરી શરૂ થઈ ગઈ હતી. ડીસીપીએ જણાવ્યું હતું કે આગ બુઝાવવાની અને બચાવ કામગીરી લાંબા સમય સુધી ચાલુ રહી હતી અને હજુ પણ ચાલુ છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે પોલીસ રાતોરાત ઘટનાસ્થળે તૈનાત રહી. આગ લાગવાનું કારણ અને અન્ય સંબંધિત માહિતીની હજુ રાહ જાવાઈ રહી છે.
દિલ્હી ફાયર સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કુલ છ લોકોને બેભાન અવસ્થામાં ફેક્ટરીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આગ લાગતા જ ચારને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે બે અન્ય સારવાર હેઠળ છે.
બીજી ઘટનામાં, શુક્રવારે જહાંગીરપુરીમાં એક ૩૦ વર્ષીય વ્યક્તિએ કથિત રીતે પોતાના ઘરમાં આગ લગાવી દીધી હતી. આગ એટલી તીવ્ર હતી કે ઘરમાં સંગ્રહિત એલપીજી સિલિન્ડર ફાટ્યો. પોલીસે જણાવ્યું હતું કે આગ ઓલવવાનો પ્રયાસ કરતી વખતે એક ફાયર ફાઇટર આશરે ૨૫ ટકા બળી ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ફાયર ફાઇટર આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે અચાનક એલપીજી સિલિન્ડર ફાટ્યો. વિસ્ફોટ સાથે જ્વાળાઓ અને કાટમાળ બધે ફેલાઈ ગયો. ઘટનાનું ફિલ્માંકન કરી રહેલા સ્થાનિક લોકો મદદ માટે બૂમો પાડતા સાંભળી શકાય છે.
ઘાયલ ફાયર ફાઇટરની ઓળખ અંકિત (૩૨) તરીકે થઈ છે. તેના ચહેરા, વાળ અને બંને હાથ પર ગંભીર રીતે દાઝી ગયા હતા. તેને શરૂઆતમાં બાબુ જગજીવન રામ મેમોરિયલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ લગભગ ૨૫ ટકા દાઝી ગયા હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેને વધુ સારવાર માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના બર્ન વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. રાષ્ટÙપતિ ભવનની નજીક નોર્થ બ્લોકમાં તાજેતરમાં આગ લાગી હતી. આગ પછી આકાશમાં ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા.