અમરેલી જિલ્લા પૂરબિયા રાજપૂત સમાજ દ્વારા શરદપૂનમના પાવન પર્વે રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં સમાજના વડીલો, યુવાનો, બહેનો અને બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહભેર પૂરો સહકાર આપ્યો હતો. આ સફળતા બાદ અને વડીલોના આશીર્વાદ તેમજ યુવા વર્ગના સાથ-સહકારથી, સમાજ દ્વારા આગામી તા.૧૦ને મંગળવારના રોજ બેસતા વર્ષના શુભ દિને અક્ષર ફાર્મ અમરેલી ખાતે સ્નેહમિલન સમારોહ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ પારિવારિક મિલન પ્રસંગે અમરેલી જિલ્લામાં વસતા પૂરબિયા રાજપૂત સમાજના તમામ ભાઈઓ અને બહેનોને પોતાના સમગ્ર પરિવાર સાથે ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવાયુ છે.





































